રહ્યાં છે રચ્યા-પચ્યા સહુ, સહુના તાનમાં, કોણ કોનું રે સાંભળે
કોણ કોનું રે સાંભળે, કોણ કોનું રે સાંભળે, કોણ કોનું રે સાંભળે
ભલે સાંભળ્યું હોય ના જરા, કરવા ટીકા રે એની, એ તો ના ચૂકે
સમજ્યા હોય ના ભલે રે જરા, સમજ્યાના ડોળ એ તો હાંકેને હાંકે
લાગેવળગશે ના જેમાં રે જરા, વચ્ચે કપડા મૂકવા ના એ તો ભૂલે
વણમાગી સલાહ દેવા રહે ઉત્સુક, સલાહ એ તો કોઈની ના માને
ધડમાથા વિનાની વાત હોય તો ભલે, મીઠું મરચું ભભરાવવું ના ચૂકે
બોલે જ્યાં સહુ સામટા ને સામટા, જીવનમાં ત્યાં કોણ કોનું સાંભળે
જાળવવા છે સ્વાર્થ સહુએ સહુના, નથી છોડવા, ત્યાં કોણ કોનું સાંભળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)