સમસ્યા, સમસ્યા, સમસ્યા, જીવનમાં ઊભરાતી રહી છે સમસ્યા
છોડવા બેસીએ એક સમસ્યા, કરી બેસીએ ઊભી, એમાંથી નવી સમસ્યા
જીવન ભી તો છે જ્યાં એક સમસ્યા, થાતી રહે છે ઊભી એમાં સમસ્યા
કારણો એમાં તો જડયાં ના ઝાઝા, હતા એમાં ઘણા તો એક સરખાં
સમજવાના અભાવ એમાં દેખાયા, હતા એમાં અહંના ઉપાડાને ઉપાડા
નમવું ના હતું કોઈએ એમાં, હતી કોશિશો અન્યને તો નમાવવા
અહંના તાંતણા જ્યાં ના છૂટયા કે તૂટયાં, અંત સમસ્યાના ના દેખાયા
પ્રેમના ઝરણાં જ્યાં એમાં સુકાયા, સમસ્યાના મારગ ત્યાં તો રુંધાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)