પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં, પ્રભુજી રે વ્હાલાં
છો તમે તો સાગર, છીએ અમે તો એમાં મોજા તો તમારા
છો તમે તો માળા અમારી, છીએ અમે એમાં મોતી તમારા
છો તમે તો વિચારધારા અમારી, છીએ અમે તો વિચાર તમારા
છો તમે તો હૈયા રે અમારા, છીએ અમે તો શ્વાસો તો તમારા
છો તમે તો સૂર્ય રે અમારા, છીએ રે અમે કિરણો તો તમારા
છો તમે તો સૂર તો અમારા, છીએ અમે તો ગીત તો તમારા
છીએ અમે તો નાવડી રે તમારી, છો પ્રભુ નાવિક તમે તો અમારા
છો પ્રભુ તમે તો દૃષ્ટિ અમારી, છીએ અમે તો દૃશ્ય તો તમારા
છો તમે તો પ્રભુ તો અમારા, છીએ અમે સંતાન તો તમારા
છો પ્રભુ માલિક તમે તો અમારા, છીએ અમે સેવક તો તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)