અંધકાર, અંધકાર, અંધકાર રે જીવનમાં, ઘોર અંધકારમાં ઘેરાયેલો છું
દેખાતો નથી પ્રકાશ જ્યાં, જોઈ નથી ખુદને જ્યાં, એવા અંધકારમાં ઘેરાયેલો છું
દેખાય ના, ત્યાં પડછાયો મારો મને, એવા અંધકારમાં તો ઘેરાયેલો છું
દેખાતો નથી મારગ તો ક્યાંય, સૂઝતી નથી રાહ ક્યાંય, એવો હું ઘેરાયેલો છું
ડગલે ડગલાં પડે છે ક્યાં, સમજ એની પડે ના, એવા અંધકારમાં ઘેરાયેલો છું
મળશે પ્રકાશ કઈ દિશામાંથી, નથી એ સમજાતું,સર્વ દિશાઓમાંથી ઘેરાયેલો છું
ગયો ભૂલી અસ્તિત્વ પ્રકાશનું, એવા અંધકારથી તો હું ઘેરાયેલો છું
થાતો નથી સહન અંધકાર તો, જ્યાં પ્રકાશમાંથી અંધકારમાં ફેંકાયો છું
અશ્રદ્ધા, અજ્ઞાન, વિકાર, દીધા નામ જુદા જુદા, એવા અંધકારથી ઘેરાયેલો છું
જલી જ્યોત જ્યાં પ્રભુના નામની તો હૈયે, પ્રકાશનું કિરણ ત્યાં હું તો પામ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)