સાચી રાહ ઉપર જયાં તું ચાલ્યો નથી, દુઃખની ફરિયાદ કર્યા વિના તું રહ્યો નથી
જીવનના તોફાનો ને તોફાનોમાં, તારા અહંને જ્યાં તું તો સમજ્યો નથી
ઇચ્છાઓને ઇચ્છાઓના તાંડવને, જીવનમાં તો જ્યાં તેં નાથ્યા નથી
વિમળ પ્રેમને ભૂલ્યો જીવનમાં તું જ્યાં, હૈયે જીવનમાં જ્યાં એ જગાવ્યો નથી
ભૂલ્યો સરળતા ને સજ્જનતા તું જીવનમાં, કૂડકપટમાંથી હાથ તેં કાઢયો નથી
ભૂલ્યો સ્મરણ તું માતપિતાનું, માયામાં નિત્ય રમણ કર્યા વિના તું રહ્યો નથી
મારા તારાના ભેદ હૈયેથી મિટાવી શક્યો નથી, રચ્યોપચ્યો એમાં, રહ્યાં વિના તું રહ્યો નથી
સત્યની રાહ તું પકડી શક્યો નથી, જ્યાં અસત્ય જીવનમાં તું છોડી શક્યો નથી
હરેક આત્મામાં પરમાત્માને જીવનમાં જ્યાં તું તો જોઈ શક્યો નથી
જગમાં સદાયે પથરાયેલી એની શક્તિને, જ્યાં તું નમી શક્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)