વળીને ધૂંધળી યાદના પડછાયા, આંખ સામે પથરાતાં ને પથરાતાં જાય છે
એક યાદોના તો આકાર, એમાંથી ઉપસતાં ને ઉપસતાં તો જાય છે
એક ઘટના ને ઘટના આંખ સામે, ઘડાતી જીવનમાં એ તો દેખાય છે
યાદોના પડછાયામાં ખોવાઈ જાતા, વર્તમાન ત્યાં તો ભુલાઈ જવાય છે
કંઈક યાદો લાગી રે મીઠી, તો કંઈક હૈયે ખટકતી ને ખટકતી જાય છે
કંઈક યાદો કરી જાય આંખો રે ભીની, કંઈક ખોટી લાગણી ઊભી કરી જાય છે
કંઈક યાદોને યાદોની હૂંફમાં, જીવન તો સરકતું ને સરકતું તો જાય છે
કંઈક યાદો રૂઝાયેલા ઘામાં, ફરી ફરી ખુલ્લાંને ખુલ્લાં કરતા જાય છે
કંઈક યાદોના પડછાયા ભુંસાયા ના ભુંસાય, ફરી ફરી આંખ સામે આવી જાય છે
કંઈક યાદોના પડછાયા પડી જાય પાછળ એવા, યાદ તાજી એની કરી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)