પડયો પડછાયો જીવનમાં દુર્ભાગ્યનો એકવાર તો જ્યાં
જીવનમાં રે એ તો, દોડાવતોને દોડાવતો તો રહેશે
રહેવા ના દેશે સ્થિર એ તો, શ્વાસો ઊંચા જીવનમાં ચડાવતો રહેશે
સફળતા પાછળ તો દોડાવી, ફાંફાં એ તો મરાવતો તો રહેશે
કારણ વિનાના કારણ જીવનમાં, ઊભા એ તો કરાવતો રહેશે
સુખના દર્શનને જીવનમાં, એ દૂરને દૂરથી સલામ કરાવતો રહેશે
પ્રેમપાત્રને જીવનમાં રે, એ તો અપ્રિય બનાવતો તો રહેશે
સુખ સમૃદ્ધિની છોળોને જીવનમાં, એ તો ઉખેડતો તો રહેશે
હૈયે ભરેલા વિશ્વાસને જીવનમાં એ તો, કસોટીએ ચડાવતો રહેશે
સીધે પાટે ચાલતી ગાડીને રે એ તો, ઊંધે પાટે ચડાવતો રહેશે
સમજદારીમાં પણ જીવનમાં, એ બેસમજદારી તો કરાવતો રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)