છે સબંધ કુદરત સાથે તારો કુદરતી, ભરી છે શ્વાસોશ્વાસમાં તારા, એની શક્તિ
બન્યું છે અંગેઅંગ તારું ધરતીના તત્ત્વોથી, ભરી છે તુજમાં તો એની રે શક્તિ
રહે ના જીવન તારું તો સૂર્યશક્તિ વિના, છે બધા કાર્યોમાં જરૂર તો એની શક્તિ
ડગલે ને પગલે પડે જરૂર તને શક્તિની, છે શક્તિનો સ્ત્રોત તો કુદરતી શક્તિ
હરેક શક્તિની ચાલક તો છે જગમાં કુદરતી શક્તિ, ખૂટી નથી જગમાં કુદરતી શક્તિ
પળે પળે ને ડગલે ડગલે પડે જરૂર તો એની, કરવી પડે યાદ એ શક્તિની શક્તિ
સારી કે માઠી શક્તિએ લેવો તો પડે છે, સહારો તો જગમાં કુદરતી શક્તિનો
કરી ગ્રહણ નિર્મળતાથી કુદરતી શક્તિ, રહેશે નિર્મળ એટલી એ તો શક્તિ
શક્તિએ શક્તિએ છે જગ તો ભરપૂર, વહેતીને વહેતી રહી છે જગમાં કુદરતી શક્તિ
રહેવું પડશે સજાગ ઝીલવા એ શક્તિને, પડશે કરવી જીવનમાં એ શક્તિની ભક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)