જોવા મળે છે જગમાં, બુદ્ધિના જુદા જુદા પ્રકાર, મળે છે જોવા કોઈને કોઈના વધારા
મળે છે જોવા કયાંક તો મંદતાના ઇશારા, મળે છે ક્યાંક તો જોવા એના તો ચમકારા
અંધકારમાં પણ મળી જાય છે રે જોવા, જગમાં રે પ્રકાશના એના તો ફુવારા
નથી જગમાં તો કાંઈ, નથી કાંઈ એમાં તો, કાળા કે ગોરાના તો ઇજારા
માનવકાળની સંસ્કૃતિના સર્જનમાં તો, મળે છે રે જોવા જગમાં એના પુરાવા
પુરાઈ નથી શક્તિ એની, શક્તિ તો કોઈ કેદમાં, કરતા ઉપયોગ થાય છે એમાં વધારા
મળ્યા સાથ બુદ્ધિને તો જ્યાં અનુભવના, થાતા રહ્યાં વિસ્તૃત એના કિનારા
રહ્યાં યોગદાન એના જગતને ને જીવનને, હટયા જીવનમાં ત્યાં તો બધા અંધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)