શુકૃત્ય કરવાના નિર્ણયમાં જ્યાં બદલી કરી, શુભઘડી ત્યાં વીતી ગઈ
જાગ્યા શુભ વિચારો જીવનમાં તો જ્યાં, ગણી લેજો એને તો શુભઘડી
છટકવા ના દેશો હાથમાંથી એ શુભ પળને, બની જાશે એ પળો તો શુભઘડી
જાગૃત રહેજો સદા રે જીવનમાં, સરકી ન જાય જીવનમાં, હાથમાંથી એવી ઘડી
પૂરા પ્રેમથી લેજો સત્કારીને તો એ ઘડી, હૈયાંમાં યાદગાર બની જાય એ ઘડી
વિચારોને વિચારોમાં જાશો ના એવા ડૂબી, જવા ના દેતા હાથમાંથી એવી ઘડી
નિર્ણયોને નિર્ણયોમાં રહી અનિર્ણિત, વીતી જવા ના દેશો એ શુભઘડી
પકડાઈ ગઈ જીવનમાં જ્યાં એ ઘડી, હશે જીવનની તો એ ઊજળી ઘડી
શુભ ચિંતન ને સત્સંગ તો છે, છે એ તો શુભ ઘડીની તો પોષક ઘડી
ઝડપી લેજો જીવનમાં આવી ઘડી, વીતવા ના દેશો જીવનમાં આવી તો ઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)