થકવી થકવી બોલાવે છે તું તારી પાસે, શાને રે મને
છોડ હવે આ રીત તો તારી, પ્રભુ છે આ વિનંતિ તો મારી તને
રહી રહી તું ના થાકીશ, થાકીશ તો હું થાકીશ, નથી ખબર શું આ તને
છાંટી છાંટી રસ્તે મોહના દાણા, લોભાવે છે શાને તું તો મને
જગાવી જગાવી દર્શનની પ્યાસ હૈયે, રાખે છે તરસ્યો તું શાને મને
ગણે ગણાવે મને તું તારો, રાખવું અંતર શું આ ગમે છે તને
મૂંઝવી મૂંઝવી જીવનમાં તો મને, ગણાવે છે દયાળુ શાને તું તને
ખેલ ખેલવ્યા ખૂબ જગમાં તેં તો મને, દે બતાવી ચાવી, નચાવવા તો તને
ભુલાવેને ભૂલવણીના ચકરાવામાં જીવનમાં, નાંખે છે શાને તું તો મને
રાત દિવસના તારા ચકરાવામાં રે પ્રભુ, જોજે ભૂલી ના જાતો તું તો મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)