રહ્યું છે વિશ્વ આપણું, આપણી આસપાસ તો ફરતું
છીએ અને રહ્યાં છીએ આપણે ને આપણે, એના તો મધ્યબિંદુ
આપણી ને આપણી ઇચ્છા વિના, નથી એમાં કોઈનું તો ચાલતું
છે જે આપણા વિશ્વમાં, છે જે એમાં સાથે, છે એ તો આપણું
હોય ભલે બીજાના વિશ્વમાં બધું, આપણે એને તો શું કરવું
નથી બીજાના વિશ્વની આસપાસ, આપણે તો ફરવુ ને ફરવું
છે જે આપણી સાથે, છે એ આપણું, એનેજ તો આપણું ગણવું
છે જે આપણા વિશ્વમાં, જીવનમાં સદા સંતુષ્ટ એનાથી રહેવું
અન્યના વિશ્વમાં હોય જે, જીવનમાં એની ઇર્ષ્યાના ભોગ નથી બનવું
નથી આપણી પાસે તો જે, કરી યાદને યાદ એને, દુઃખી એમાં નથી થાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)