સીમા નથી, સીમા નથી, જગમાં પ્રભુના પ્રેમને તો કોઈ સીમા નથી
રહે છે પ્રેમની ધારા એની તો વહેતી ને વહેતી, હજી કાંઈ એ અટકી નથી
ઝીલી જગમાં એને તો જેણે, જગમાં ધન્ય થયા વિના એ રહ્યાં નથી
નાહ્યા એમાં જ્યાં જે એકવાર, બહાર એમાંથી તો નીકળી શક્તા નથી
ભુલાવી દે છે જગની વેદના ને વ્યથા, કચાશ એમાં રહેવા એ દેતી નથી
હૈયાંમાં જાગેલી અશાંતિને, શાંત કર્યા વિના તો એ રહેતી નથી
હૈયાંની સૂકી એ જમીનને, ભીની કર્યા વિના એ તો રહેતી નથી
પરમસુખ ને આનંદનો અનુભવ, જીવનમાં આપ્યા વિના એ રહેતી નથી
જીવનમાં તો જ્યાં એ પીવાય, જીવનની કડવાશ હટાવ્યા વિના રહેતી નથી
આવે છે એમાં સહુનો તો વારો, બાકી એમાં એ કોઈને તો રાખતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)