નોરતાની તો આ રાત છે, હૈયાંના ભાવની તો આ વાત છે
જગમાં ઝીલવાવાળી તો મારી, ઝીલવાવાળી જગજનની માત છે
ના આ કોઈના હૈયાંની વાત છે, છે એ તો મારાને મારા હૈયાંની વાત છે
મને ભાવ આપવાવાળી ને એમાં નવરાવવાવાળી, મારી એ તો માત છે
નથી લોભી કે ધૂતારી એ તો, છે એ દીનદયાળી, એની દયાની આ રાત છે
વરસાવે છે સદા એ તો કરુણા, કરુણા કરનારી, એવી મારી એ માત છે
કરું શું દરખાસ્ત એની રે આગળ, જ્યાં મારા હૈયાંમાં તો એનો વાસ છે
નથી કોઈ ભેદભાવ એના હૈયાંમાં, લે સહુની સરખી એ તો સંભાળ રે
હૈયે ભાવ ભરી ગાય જે એના ગુણલા, દે હૈયાંમાં એને એનો વાસ રે
નિત્ય માના ગુણલા જે ગાય, એવા ભક્તોનો એના હૈયાંમાં તો વાસ છે
પ્રેમ એનો જે પામવા, દૂર રહેશે એનાથી, જીવનમાં દુઃખડાનો વાસ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)