છું તારા દર્શનનો અભિલાષી, છું તારા પ્રેમનો રે પ્યાસી
રે માડી, હું આવ્યો તારે દ્વાર, માડી આવ્યો તારે દ્વાર
છું ઘટઘટની નિવાસી, તારા દર્શનમાં રહ્યું હું તો ઉપવાસી - રે...
છું તારા ઉપકારનો તો ઋણી, બન્યો જગમાં હું તો નગુણી - રે...
છું નખશિખ તો તારી કૃતિ, કરી ના શક્યો હૈયેથી સ્વીકૃતિ - રે...
છું ભૂલ્યો ભટક્યો રે ભોગી, નથી મનનો કાંઈ હું નિરોગી - રે...
છું હું ઇચ્છાઓથી રે દુઃખી, નથી શક્યો એને તને તો સોંપી - રે...
છે તું તો નિત્ય અવિનાશી, છે આ ઘટ મારો તો વિનાશી - રે...
છે રૂપો તારા તો બહુરંગી, છું મનનો તો સદા તરંગી - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)