આવ્યા જગમાં બનીને તો ઇન્સાન, કરી કર્મો જગમાં એવા, બનવું નથી શેતાન
નિર્દોષતા, નિર્મળતા લઈ આવ્યા જગમાં, મારી ડૂબકી અવગુણોમાં, બનવું નથી શેતાન
લોભ લાલચની ગર્તામાં ડૂબી, ઇન્સાન મટી, બની ગયા છીએ હવે હેવાન
ભૂલી ભૂલી ઇન્સાનિયત હૈયાંમાંથી, થાતા રહ્યાં છીએ જગમાં, જીવનમાં તો હેરાન
કરી કરી ખોટું રે જીવનમાં, જગાવતા રહ્યાં છીએ, હૈયે એના રે ખોટા અભિમાન
મળ્યો છે માનવદેહ જગમાં, ભરી ભરી માનવતા હૈયે, વધારવી છે એની રે શાન
તારા ને તારા કર્મો રે જીવનમાં, દેતા ને દેતા રહેશે, જીવનમાં તો તારી સાચી પહેચાન
આચરતો ને આચરતો રહેશે, કુકર્મો તું જીવનમાં, વધશે ક્યાંથી રે, એમાં તારી શાન
જીવનમાં ખોટાને ખોટા અહંમાં રાચી, ધરતો ના હૈયે રે તું, એનું ખોટું અભિમાન
માન અપમાન જીવનમાં હૈયેથી રે ભૂલી, દેતો રહેજે જગમાં સહુને હૈયેથી માન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)