ના કાંઈ એ તો કહેવાશે, જીવનમાં ના કાંઈ આ તો કહેવાશે
જીવનમાં કોનું કેમ ને શું થાશે, ના કાંઈ આ તો કહી શકાશે
કોણ ક્યારે કોની સાથે કેમ વરતશે, જીવનમાં ના કાંઈ આ કહી શકાશે
સરળ પાટે ચાલી જાતી રે ગાડી, પાટા પરથી ઊતરી ક્યારે જાશે
ઊભરો પ્રેમનો જીવનમાં આવશે ક્યારે, ક્યારે એ તો શમી જાશે
કોના માટે ક્યારે, કેવા ને કેવા વિચારો, જીવનમાં તો જાગશે
શ્વાસો જીવનમાં લેતા ને લેતા રહેવાશે, ક્યારે જીવનમાં એ ખૂટી જાશે
મળ્યું આજે કે છે જે પાસે, રહેશે જીવનમાં કેટલું એ સાથે ને સાથે
ક્યારે કોને કેવું અને કેમ, જીવનમાં તો મળશે ને સાથે રહેશે
ક્યારે કોઈ ને કેમ અને શાને, જીવનમાં સુખી કે દુઃખી થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)