સ્નેહ ઝરતાં અંતરમાંથી માતપિતાના, નીકળે જ્યાં પ્રેમભર્યા આશીર્વાદ
છે જીવનનું એ તો (2) છે જીવનનું એ તો અમૃતબિંદુ
વ્હાલભરી બેનડીના, અંતરમાંથી ઊઠે જ્યાં પ્રેમભર્યો રે નાદ - છે...
પ્રેમભર્યા કલકલ કરતા, પતિ પત્ની દે જ્યાં, એક બીજાને પ્રેમથી સાદ - છે..
બાળકની નિર્દેશ આંખડીમાંથી, વહે જ્યાં પ્રેમભર્યો રે ઉત્પાત - છે..
સગાવ્હાલાં, કુટુંબકબીલાનો, હરેક કાર્યમાં મળે, વ્હાલભર્યો જો સાથ - છે..
જીવનના હરેક કાર્યમાં, મળતો રહે જ્યાં, ભાગ્યનો તો અનુકૂળ પ્રસાદ - છે..
છે સહુથી મહત્ત્વનું તો જીવનમાં, મન, વિચાર, બુદ્ધિ દેતું રહે યોગ્ય સાથ - છે..
મનને હૈયું જીવનમા રહે નિર્મળ શાંતિમાં, રહે નહાતું ને નહાતું એમાં સદાય - છે..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)