એવો ને એવો, એવો ને એવો, જીવનમાં કેમ તું રહી ગયો
રહી છે વ્હેતી ને વ્હેતી, શક્તિની ધારા પ્રભુની તો જગમાં
કેમ એમાં તું ખાલી રહી ગયો, કેમ એવો ને એવો તું રહી ગયો
ભીંજવતી રહી સહુનાં રે હૈયાં, પ્રભુના પ્રેમની રે ધારા - કેમ...
દેતા ને દેતા રહ્યા પ્રભુ સાથ સહુને રે જગમાં, કેમ ના તું મેળવી શક્યો
વ્હેતી ને વ્હેતી રહી છે વિચારની એની રે ધારા જગમાં, કેમ ના એને તું ઝીલી શક્યો
દીધી છે સમજશક્તિ સહુને એણે રે જગમાં, સાચી સમજ કેમ ના તું પામી શક્યો
ભાવોના સાગર ભર્યા છે હૈયે, સાચા ભાવોમાંથી, બાકી કેમ તું રહી ગયો
આનંદનો સાગર છલકાવે એનો રે જગમાં, કેમ એને ના તું પામી શક્યો
સુખનો સાગર ભર્યો છે એનો રે જગમાં, કેમ એમાં ના તું નાહી શક્યો
લેવા જેવું છે ઘણું ઘણું રે જગમાં, કેમ એમાં તું ખાલી રહી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)