દેખાતું નથી જે જગમાં, અસ્તિત્વ એનું તો જગમાં સ્વીકારાય છે
પ્રભુ તો દેખાતા નથી, અસ્તિત્વ સ્વીકારવા એનું, કેમ તું ખચકાય છે
જગમાં તો હરેક ચીજ દેખાતી નથી, પણ અસ્તિત્વ એનું અનુભવાય છે
હવા તો જીવનમાં દેખાતી નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
તેજ જગમાં તો દેખાતું નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
વિચારો જીવનમાં તો દેખાતા નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
ભાવો તો જીવનમાં તો દેખાતા નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
શક્તિ જીવનમાં તો દેખાતી નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
ભાગ્ય જીવનમાં તો દેખાતું નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
બુદ્ધિ જીવનમાં તો દેખાતી નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
આત્મા જીવનમાં તો દેખાતો નથી, પણ અસ્તિત્વ એનું તો અનુભવાય છે
સ્વીકાર્યું ઘણું જીવનમાં જે દેખાતું નથી, પ્રભુનું અસ્તિત્વ સ્વીકારવા કેમ ખચકાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)