અનંત છે, અનંત છે, અનંતનો અંત તો પ્રભુ, એક તારામાં તો અંત એનો છે
થયા અનંત ફેરા જીવનના જગમાં તો પૂરા, પ્રભુ અંત એના હવે તો લાવજે
અનંત વૃત્તિઓ નાચ નચાવી રહી છે જીવનમાં, પ્રભુ અંત હવે એનો તું લાવજે
અનંત ઇચ્છાઓ તો જાગે હૈયામાં તો મારા, પ્રભુ હવે એને તો તમે અટકાવો
અનંત કર્મોનો સમૂહ થાતો રહ્યો છે ભેગો, પ્રભુ અંત હવે એનો તો લાવો
અનંત વિચારોની માળા, જાગે છે મનમાં રે પ્રભુ, હવે અંત એનો તો લાવો
અનંત ભાવો જાગતા ને જાગતા રહ્યા છે હૈયામાં રે પ્રભુ, હવે એને તમારામાં સમાવો
અનંત તોફાનો ઊઠે છે હૈયામાં ને મનમાં રે પ્રભુ, અંત હવે એનો તો લાવો
અનંત સમયની ધારામાં, સમયમાં છું હું તો પુરાયેલો, પ્રભુ હવે મુક્ત મને એનાથી બનાવો
અનંત વિનંતી ક્યાંથી કરું હું તો તમને, મારી એક વિનંતીમાં, અનંત વિનંતી સ્વીકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)