અરે ઓ જનાર આત્મા, એક વાર બતાવ તું તો જરા
કઈ નજરનાં ખેંચાણ તને તો, જગમાંથી તો ખેંચી ગયાં
ભુલાવી દીધાં, અનેક મીઠી નજરોનાં ખેંચાણ, એ ખેંચાણ કેવાં હતાં
કામ કીધાં ના પૂરાં, રાખ્યાં અધૂરાં, એ પ્રદેશનાં આકર્ષણ કેવાં હતાં
હતી શું એ મજબૂરી તો તારી, શું એ મજબૂરીના પ્રયાણ હતાં
રાહ ના જોઈ કહેવાની, ના મળવાની, એ પ્રેમનાં વહેણ કેવાં હતાં
ખેંચાણ હતાં એનાં એવાં કેવાં મજબૂત, બીજાં ખેંચાણ એ તોડી ગયાં
રોકી શક્યા ના કોઈ રસ્તા તારા, એ રસ્તા તારા તો કેવા હતાં
શું જાગી ગઈ યાદ એની પુરાણી, દિલનાં ખેંચાણ તને ખેંચી ગયાં
મળ્યા નથી ખબર કે પત્તા તારા, કેવા તને એ ગૂંથાવી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)