હરેક સ્મૃતિઓને, કાળ તો લે છે પોતામાં તો સમાવી
સમાઈ છે યુગો યુગોની સ્મૃતિ, રાખજે સદા તું આ તો ધ્યાનમાં
સમાઈ છે, જીવનની સહુની એમ, જેમ તારી વાતો સમાઈ છે તારા અંતરમાં
છે કાળ તો અંતર પ્રભુનું સમાયું, છે બધું એના તો એ અંતરમાં
જોડાશે જ્યાં અંતર તારું એમાં, આવશે સ્મૃતિ બધી તારા ધ્યાનમાં
એક ને એક બનતો જાશે જ્યાં તું એમાં, થાશે ત્યાં બધું તારું સહજમાં
રહેશે અંતર જેટલું તારું એમાં, રહીશ દૂર ને દૂર એનાથી તું એમાં
જાણવા આ યુગનો રે ભેદ તને, એક થવું પડશે પ્રભુના એ અંતરમાં
દુઃખદર્દ ભૂલી રહેવું પડશે સદા એક, જીવનમાં તો પ્રભુના સ્મરણમાં
જાણવા ને જીરવવા ભેદ એ પ્રભુના, હૈયાને ડુબાડવું પડશે તારે વિશાળતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)