લેતા રહીએ રે નામ પ્રભુનું, જીવનમાં તો ભલે ઘણું ઘણું
એક વાર પણ લેવાય જો પૂરા પ્રેમથી, જીવન છે તોય એ તો ઘણું
પહોંચવું છે જીવનમાં તો જ્યાં, પહોંચાય ભલે ત્યાં, વહેલું કે મોડું
મળી જાય જો પહોંચવાની દિશા સાચી, જીવનમાં એ તો તોય ઘણું
છૂટાય જીવનમાં જો અનેક બંધનોમાંથી, જીવનમાં તોય એ તો ઘણું
છૂટી જવાય જગમાં જો ભવફેરામાંથી, આવી જાય એમાં તો બધું
દુઃખી થયા જીવનમાં તો ઘણી વાર, થઈએ સુખી એક વાર તોય ઘણું
મળી જાય સાચું કારણ જીવનમાં તો એનું, જીવનમાં તોય ઘણું
સમજે જીવનમાં આપણને કોઈ તો સાચું, જીવનમાં તોય ઘણું
એક વાર કરે પ્રભુ સ્વીકાર, સમજ્યો તને હું આવી જાય એમાં બધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)