ના લઈ શક્યો નિર્ણય હું જીવનમાં, જીવનમાં અનિર્ણીત હું ફરતો રહ્યો
પહોંચી ના શક્યો સાચા ઠેકાણે, ગોતી ના શક્યો સાચું ઠેકાણું, બસ હું ભટકતો રહ્યો
બનવા ચાહ્યું કંઈક જીવનમાં, વધવા ચાહ્યું આગળ જીવનમાં, ના આગળ વધી શક્યો
લીધા શરણાં ઘણાં રે જીવનમાં, જીવનમાં સાચું શરણું ના લઈ શક્યા
લઈ ખોટાં શરણાં જીવનમાં, સુખી થવાને બદલે જીવનમાં તો દુઃખી થઈ ગયા
લીધું શરણું લોભલાલચનું જીવનમાં, તોફાનો જીવનમાં તો ઊભા કરતા રહ્યા
લઈ શરણું મોહમાયાનું જીવનમાં, ખુદ ખુદને બંધનોમાં તો બાંધતા ગયા
ભ્રમને સત્ય સમજી જીવનમાં, ભ્રમણામાં ને ભ્રમણામાં જીવનમાં ભટકતા રહ્યા
શરણું સ્વીકારી અસત્યનું, મહેકતા જીવનને, જીવનમાં વેરાન બનાવતા રહ્યા
ખોટાં ને ખોટાં શરણાં સ્વીકારી જીવનમાં, સાચું શરણું જીવનમાં ના સ્વીકારી શક્યા
સ્વીકારી ના શક્યા શરણું સાચું તારું પ્રભુ, દુઃખદર્દ જીવનમાં અનુભવતા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)