હે મા, છે તું મારામાં ને આસપાસમાં, છે સદા તું તો, મારા વિશ્વાસમાં
રહી મારાં નયનોમાં, તું જોતી રહી, દેખાડતી રહી, ખેલ તારા તો વિશ્વના
પાડીને છિદ્રો મારા અહંના તો ડુંગરમાં, ફેલાવી રહી કિરણો તું તારા પ્રકાશનાં
લીધા આરામ તેં વસીને સદાયે તું, મારા હૈયાના તો વિશુદ્ધ પ્રેમમાં
હે મા, છે તું મારા વિચારોમાં, છે સદા તું તો મારાં કાર્યો ને કર્મોની શક્તિમાં
છે મા, તું તો મારી નજરોની દૃષ્ટિમાં, છે `મા' તું તો, મારા શ્વાસેશ્વાસમાં
છે મા, તું તો તેજોના તેજમાં, હે મા, છુપાઈ જાય છે તું અંધકારના બિંદુમાં
છે મા, તું તો ફેલાયેલી સુગંધોની સુગંધમાં, રહી છે `મા' તું તો કર્તાના કર્તાપણામાં
છે મા, તું તો મારા રક્તના કણેકણમાં, વ્યાપી છે રે મા, તું તો મારા અંગેઅંગમાં
રહી છે માડી તું મારા હાસ્યમાં, રહી છે રે માડી તું તો મારા હૈયાના રુદનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)