છકી ગયો હું, બ્હેકી ગયો હું, રાખી ના શક્યો જ્યાં હું, એ મારા કાબૂમાં
નકારી ના શક્યો જ્યાં હું, અટવાઈ ગયો હું, મારા હું ની મહેફિલમાં
અટવાઈ ગયો જ્યાં હું, હું ની મહેફિલમાં, વળી ના શક્યો પાછો હું, હું ની દુનિયામાં
ઘેરાઈ ગઈ આંખો જ્યાં હું માં, જોતો ગયો હુંને હર માયાના જાપમાં
નાચતો ગયો જ્યાં હું મારા હું ના નાચમાં, જોતો રહ્યો મારા હું ને મારા હું ની આસપાસમાં
દબાઈ ગયો મારો તો એ હું, મારા હું ને હું ના એ દબાણમાં
નીકળી ગઈ પરિસ્થિતિ જ્યાં હાથમાંથી, ફેંકાઈ ગયો હું મુસીબતોની ખીણમાં
થઈ ના સહન મુસીબતોની વેદના, કરવો પડશે સ્વીકાર એનો, આંસુની ધારામાં
પીગળતો ગયો જ્યાં હું એ આંસુની ધારામાં, જન્મી ગયો નવો હું એ આંસુની ધારામાં
હતી તલાશ મને જીવનમાં જે હું ની, મળી ગયો એ હું, નવા હું ના તરવારાટમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)