Hymn No. 5067 | Date: 09-Dec-1993
મથી મથી મથ્યા જીવનમાં ઘણું, રહ્યું હાથમાં તો શું, આવ્યું હાથમાં તો શું
mathī mathī mathyā jīvanamāṁ ghaṇuṁ, rahyuṁ hāthamāṁ tō śuṁ, āvyuṁ hāthamāṁ tō śuṁ
વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)
1993-12-09
1993-12-09
1993-12-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=567
મથી મથી મથ્યા જીવનમાં ઘણું, રહ્યું હાથમાં તો શું, આવ્યું હાથમાં તો શું
મથી મથી મથ્યા જીવનમાં ઘણું, રહ્યું હાથમાં તો શું, આવ્યું હાથમાં તો શું
દોડી દોડી માયા પાછળ તો જીવનમાં, અશાંતિ વિના મળ્યું બીજું એમાં તો શું
હૈયાની તૈયારી વિના કર્યાં ઉપકારો, ઉદ્વેગ વિના બીજું મળ્યું એમાં તો શું
પાત્ર વિના દીધાં દાન દયાનાં જીવનમાં, અન્યના આળસને ઉત્તેજન દીધા વિના કર્યું શું
ચાલી ચાલી જીવનમાં ખોટા ને ખોટા રસ્તે, વિલંબ વિના બીજું એમાં મેળવ્યું શું
દુઃખદર્દને મહત્ત્વ જીવનમાં તો દીધું, એને વધાર્યા વિના બીજું મેળવ્યું તો શું
વિચારોને મન ને જીવનમાં ભટકવા તો દીધું, ઉપાધિ વિના બીજું એમાં મેળવ્યું તો શું
સવાલો ને સવાલો રહ્યા ઊઠતા તો મનમાં, કંઈકમાં મળ્યા જવાબો, બાકી રહ્યા એનું તો શું
મૂકી વિશ્વાસ અન્ય ઉપર તો પસ્તાયા, મૂક્યો ના સાચો વિશ્વાસ પ્રભુ પર, એનું તો શું
ગુમાવ્યું જીવનમાં તો ઘણું ઘણું, જીવનમાં તો મેળવ્યું શું, હાથમાં તો રહ્યું શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mathī mathī mathyā jīvanamāṁ ghaṇuṁ, rahyuṁ hāthamāṁ tō śuṁ, āvyuṁ hāthamāṁ tō śuṁ
dōḍī dōḍī māyā pāchala tō jīvanamāṁ, aśāṁti vinā malyuṁ bījuṁ ēmāṁ tō śuṁ
haiyānī taiyārī vinā karyāṁ upakārō, udvēga vinā bījuṁ malyuṁ ēmāṁ tō śuṁ
pātra vinā dīdhāṁ dāna dayānāṁ jīvanamāṁ, anyanā ālasanē uttējana dīdhā vinā karyuṁ śuṁ
cālī cālī jīvanamāṁ khōṭā nē khōṭā rastē, vilaṁba vinā bījuṁ ēmāṁ mēlavyuṁ śuṁ
duḥkhadardanē mahattva jīvanamāṁ tō dīdhuṁ, ēnē vadhāryā vinā bījuṁ mēlavyuṁ tō śuṁ
vicārōnē mana nē jīvanamāṁ bhaṭakavā tō dīdhuṁ, upādhi vinā bījuṁ ēmāṁ mēlavyuṁ tō śuṁ
savālō nē savālō rahyā ūṭhatā tō manamāṁ, kaṁīkamāṁ malyā javābō, bākī rahyā ēnuṁ tō śuṁ
mūkī viśvāsa anya upara tō pastāyā, mūkyō nā sācō viśvāsa prabhu para, ēnuṁ tō śuṁ
gumāvyuṁ jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, jīvanamāṁ tō mēlavyuṁ śuṁ, hāthamāṁ tō rahyuṁ śuṁ
|