એક વાર તો તું, કહી દે પ્રભુને રે તું, છે દિલમાં તારા તો છે જે બધું
કહી દેજે બધું, દિલ ખાલી કરીને પ્રભુ પાસે તારું, કહી દેજે એને રે તું
રહી જાશે દિલમાં બાકી કાંઈ તારું, ઊછળશે હૈયામાં ફરી તો એ બધું
કરી કરી ખાલી પ્રભુ પાસે બધું, બની જાજે હળવોફૂલ જીવનમાં એમાં તો તું
મળશે ના સ્થાન જગમાં એના જેવું બીજું, ભલે શોધીશ એવું તો તું ઘણું
કરતો ને કરતો રહેજે હૈયું ખાલી તો તારું, પ્રભુ પાસે હવે એને તો તું
મળશે દગા જીવનમાં તો બધે, કહી ના શકશો જગમાં ત્યાં તો બધું
કહી કહી જગમાં જ્યાં ત્યાં તો બધું, કરતો ના ભૂલ જગમાં આ તો તું
લેશે લાભ જગમાં તો બધા, લેશે ના લાભ તો પ્રભુ, રાખજે લક્ષમાં આ બધું
ભરવા સુખને તો હૈયામાં, કરી દેજે પ્રભુ પાસે ખાલી હવે એને તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)