શું કર્યું તેં, શું કર્યું તેં, શું કર્યું તેં જગમાં, કર વિચાર એનો તો જરા
જીવતાં ને જિવાડી ના શક્યો તું જગમાં, પહોંચાડી ના શક્યો મરનારને સ્મશાનમાં
જગમાં પીડાતા કંઈક દુઃખદર્દથી, બે મીઠા શબ્દો કહી ના શક્યો એને જગમાં
કંઈકને પીડયા ખોટાં તેં જીવનમાં, તણાઈને તો તારા લોભ-લાલચમાં
લઈ લઈ ઢોંગના આશરા, છેતર્યા કંઈકને જગમાં, એમાં તો તેં જીવનમાં
કરી કોશિશો જીવનભર તારા, સાચા-ખોટા મત અન્ય ઉપર લાદવા
ખોઈ સુખની નિદ્રા તેં તો જગમાં, કરી ખોટી ને ખોટી ચિંતાઓ જીવનમાં
રડાવ્યા કંઈકને તેં તો જીવનમાં, જીવનમાં તારા તો સ્વાર્થ સાધવા
ઊઠતો ને ઊઠતો રહ્યો ખોટાં આભમાં, નાના-મોટા વિજયના કેફમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)