નાનું નાનું ગોકુળિયું ગામ, લાગે મને પ્યારું, છે એ તો મારે, મારું પવિત્ર ધામ
ગણ્યું અને રહ્યો વ્હાલો મારો જ્યાં, બનાવીને એને એનું તો સ્થાન
કરી લીલાઓ એણે તો એવી, કર્યું ઘેલું એણે, નાનું નાનું ગોકુળિયું ગામ
દેવોમાં એને જોવાની પડાપડી જામી, આવ્યા દોડી ગોકુળિયું ગામ, છોડીને બધાં કામ
ફર્યા એ તો ગોકુળિયું ગામ, રજેરજમાંથી મળ્યા ને ઊઠયા અવાજ રે ઘનશ્યામ
વહેતા એના વાયરામાંથી, ઊઠતું ને ઊઠતું રહ્યું, મારા વ્હાલાનું પવિત્ર નામ
જોવા છલકાતાં ને છલકાતાં હૈયાં તો સુખથી, નીકળતાં હતાં હૈયે હૈયે એનાં નામ
ગલી ગલી ને કુંજે કુંજમાં, ગુંજતું હતું જ્યાં, વ્હાલા નંદકુવરનું તો નામ
પક્ષીએ પક્ષીઓના ગુંજનમાં, મળતું ને નીકળતું હતું, મારા વ્હાલાનું રે નામ
દેવોને પણ ઇર્ષ્યા જાય તો જાગી, એવું એ તો નંદનવન સમું સ્વર્ગધામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)