તારી કહાની રે, તારી કહાની રે
કાળના કોરા કાગજ ઉપર, કોતરાતી જાશે રે - તારી...
લખનાર રહેશે રે તું, લખાવશે એને તારાં કર્મો રે - તારી...
સમજી-વિચારી લખજે તું એને, વંચાવાવી હશે જેવી તારે રે - તારી...
છે મોકો આ હાથમાં રે તારા, લખવા માંડ લખવી છે તારે જેવી રે - તારી...
ફુરસદ મળશે ક્યાંથી, કાળ વીતી જાશે, એને તો વાંચવાને - તારી...
દુઃખદર્દભરી કે સુખથી છલકાતી, હશે આખર તો એ - તારી...
પ્રેમથી છલકાતી કે રાગદ્વેષથી ભરેલી, હશે આખર તો એ -તારી...
કાળની ચોપડી છે એ તો ખુલ્લી, લખાતી રહેશે એમાં તો - તારી...
સાચાં કે ખોટાં, તારાં ને તારાં કર્મોની હશે રે એ તો - તારી...
લખાતી ને લખાતી એ તો જાશે, લખનાર હશે એનો તો તું - તારી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)