થયા નથી, રહ્યા નથી, જગમાં તો કોઈ કોઈના થયા નથી, રહ્યા નથી
સંજોગે જે થયા ભેગા કે કર્યાં ભેગા, છૂટા પડયા વિના એ તો રહેવાના નથી
ઋણાનુબંધે જે થયા ભેગા કે રહ્યા ભેગા, પૂરા એ થાય, ભેગા રહેવાના નથી
એક ધ્યેય માટે થયા જે ભેગા, થાતા પૂરું, છૂટા પડયા વિના રહેવાના નથી
કારણસર થયા જીવનમાં જ્યાં ભેગા, થાતા પૂરું, છૂટા પડયા વિના રહેવાના નથી
સ્વાર્થે સ્વાર્થે થયા સહુ ભેગા, સ્વાર્થ સાધતા ભેગા તો રહી શકવાના નથી
ખેલ જોવા સહુ જ્યાં ભેગા થયા, ખેલ પૂરો થાતા, છૂટા પડયા વિના રહ્યા નથી
પ્રસંગે પ્રસંગે સહુ થાતા રહ્યા ભેગા, પ્રસંગ પૂરો થાતા, છૂટા પડયા વિના રહેવાના નથી
અજાયબીઓ ખેંચે સહુને, થાય ભેગા, છૂટા પડયા વિના એ તો રહેવાના નથી
પ્રભુમાં થયા ભેગા જે જીવનમાં, એ એક એમાં થયા વિના રહેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)