વળશે શું જીવનમાં, બેસી રહેશો જો હાથ જોડી,
હાથપગ હલાવવા પડશે તો હરઘડી
વાસ્તવિકતા સામે વળશે શું તો આંખ મીંચી,
અપનાવવા દેજો હૈયું તમારું તો ખોલી
વધવા આગળ જીવનમાં, દેજો તો ભૂલો સુધારી,
જીવવા સરળતાથી દેજો શંકા બધી મિટાવી
કરવા સહાયતા અન્યને, દેજો હાથ ફેલાવી,
કુસંગ ને કુવિચારથી દેજો જીવનમાં જાતને બચાવી
વળશે ના જીવનમાં ખોટાં સ્વપ્નોમાં તો રાચી,
બનવા મોટા જીવનમાં, દેજો આળસને હટાવી
દૂર થશે ના અંધકાર, કાંઈ આગિયાના પ્રકાશથી,
સમજીને સર્જનહાર કરી વ્યવસ્થા સૂર્યપ્રકાશની
રહેજો હસતા જગમાં, રાખજો જગને હસાવી,
વર્તનથી તમારા દેજો ના અન્યને તો રડાવી
શ્રદ્ધા વિશ્વાસમાં દેજો પૂજા તમારી સમાવી,
હરપળે જીવનમાં દેજો પ્રેમના છાંટા તો છાંટી
કરજો કાર્યો બધાં જીવનમાં મક્કમતાથી,
આવશે સફળતા જીવનમાં ત્યારે દ્વાર ઠોક્તી
રાખશો ખોટા ભાવો હૈયે, મળશે ત્યાં ઉપાધિ,
પ્રભુભાવ વિના રાખશો ના હૈયું ખાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)