વિચારો ને વિચારોના ગૂંચળાની જાળમાં, જીવનમાં ના તું ગૂંચવાઈ જાજે
ઉકેલવામાં ને ઉકેલવામાં, જીવનમાંથી જોજે ના તું ઉકેલાઈ જાજે
ઉકેલાતી જો પડતી જાશે ગૂંચો જીવનમાં, એમાં ના તું ગૂંથાઈ જાતો
થઈ જાશે અશાંતિ એમાં ઊભી તો હૈયે, વધારો એમાં ના તું કરતો
ગૂંચો ને ગૂંચો પડશે ઉકેલવી જીવનમાં, રાહ જોઈ ના એમાં તું બેસી રહેતો
કંઈક ગૂંચો ઊકલી જાશે તો જલદી, કંઈક મૂંઝવશે ઘણી, મૂંઝાઈ ના એમાં તું જાતો
કદી એક ઉકેલતાં, ઉકેલાશે તો ઘણી, ઉકેલવામાં ના નિરાશ તું થઈ જાતો
ઉકેલવામાં ગૂંચો, મંડી જાજે તું પૂરો, શાંત ના એમાં તું બેસી રહેતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)