સુખદુઃખ તો છે બે બહેનો, ખેલ ખેલાવે, નાચ નચાવે એ જગને
લીધા ભીંસમાં જ્યાં એકે, બીજું ત્યાંથી ખસ્યા વિના રહી નથી
જુઓ હાલ બંનેના એકને આવકાર્યું સહુએ, બીજામાં રડયા વિના રહ્યા નથી
એકની છાયામાં રહેવા સહુ ચાહે, બીજીની છાયામાં ભાગ્યા વિના રહ્યા નથી
જીવનની કહાની છે સહુની, સહુના જીવનની એમ બન્યા વિના રહી નથી
એકની છાયામાં ફૂલ્યા વિના રહ્યા નથી, બીજીની છાયા નરમ બનાવ્યા વિના રહી નથી
બંને વિના રહે જીવન અધૂરું, બંનેની હાજરી વિના જીવન પૂર્ણ થાતું નથી
એક તો તનબદનમાં તો લોહી ચડાવે, બીજી જીવનમાં લોહી ચૂસ્યા વિના રહી નથી
છે બંનેના સાથીઓ જુદા જુદા, સાથીઓ વિના તો બંને રહી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)