અહંની પાંખો ફફડાવી ફફડાવી, જીવનમાં ઊંચે હું ઊડતો ગયો
દુઃખદર્દે જીવનના, જીવનમાં દયામણો મને તો બનાવી દીધો
અભિમાનમાં ને અભિમાને જીવનમાં, અક્કડ મને બનાવી દીધો
કિસ્મતે માર્યા ઘા જીવનમાં ઘણા, એવા જીવનમાં મને નમાવી દીધો
ક્રોધ ને ઇર્ષ્યામાં જલી, જીવનમાં અપમાન કંઈકના હું કરતો ગયો
મારા ને મારા સ્વભાવ દોષે, સાથીવિહોણો મને તો કરી દીધો
વિનય વિવેક વિનાના સ્વભાવે, જીવનમાં પાછો મને તો પાડી દીધો
જીવનમાં બેજવાબદારીભર્યા વર્તને, જીવનમાં ક્યાંયનો રહેવા ના દીધો
પૂરા પ્રેમથી જીવનની વાડીને શણગારવા નીકળ્યો, વેરે કામિયાબ થવા ના દીધી
સ્વાર્થ ને શંકાના સાથમાં, જીવનની વાડીને વેરાન કરી હું તો બેઠો
જીવનના કઠોર સામનામાં ને સામનામાં, હૈયું કઠોર બનાવી હું તો બેઠો
જીવનમાં માયામાં ને માયામાં રાચી, જીવનમાં ભક્તિ હું ગુમાવી બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)