આનંદની અવધિ આવી જાય, આનંદની અવધિ આવી જાય
પ્રેમભર્યાં દર્શન પ્રભુનાં, જીવનમાં તો જ્યાં મળી જાય
સુખદુઃખમાં જીવનમાં જ્યાં, સમતા તો મળી જાય
સમદૃષ્ટિ ને સમભાવના, જીવનમાં તો જ્યાં મળી જાય
ક્રોધ, વેર ને ઇર્ષ્યાના સામનામાં, જગમાં જ્યાં જીત મળી જાય
મારા તારાના મેળ તો, જીવનમાં જ્યાં મળી જાય
જીવનના મોહ છૂટી, પ્રભુ મોહ જ્યાં તારામાં જાગી જાય
ત્યાં વિના યત્ને, હૈયું તો તારી પાસે ખાલી ને ખાલી થાય
કહેવું નથી જીવનમાં મારે, કીધા વિના જ્યાં બધું તું સમજી જાય
ચિત્ત ચેન મારી ચોરી, તારામાં મને તું ગૂંથતો જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)