જીવનમાં તો કેમ ઝૂમી ઊઠશું, હવાનો હરેક ઝોકો, જ્યાં ભીંસતો ને ભીંસતો રહેશે
મુક્ત જીવનમાં રે સપનાં ચૂર ને ચૂર એમાં તો જ્યાં, થાતાં ને થાતાં રહેશે
નથી કાંઈ ખબર, જીવનનો વળાંક એમાં, કઈ તરફ વળતો ને વળતો રહેશે
નથી નજર સામે તો કોઈ દિશા, નાવડી રહી છે ડગમગતી ને ડગમગતી
નિરાશાનાં વાદળ તો જીવનમાં તો જ્યાં, ઘેરાતાં ને ઘેરાતાં જાય છે
ખોતા ને ખોતા રહ્યા છીએ રે જીવનમાં, જીવનમાં જ્યાં હરેક મોકા ને મોકા
સુખચેનથી નથી જીવી શકતા હરેક શ્વાસ તો, મોટા ને મોટા બનતા જાય છે
તુ રંગરલિયાં મનાવી રહ્યો છે, સૂર માતમના એમાંથી નીકળી રહ્યા છે
તારી નિરાશાઓ ઉપર ફૂલ વેરી, જ્યાં મહાનતા પર તો ફૂલ વેરવાનાં છે
જીવન હવે સંભાળી લે મને, હર કદમ તો મારા, કરજે પૂરી આ આશ મારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)