તું તો તું છે, હું માં ભી તો તું છે, જગમાં બધે તો તું ને તુજ છે
નથી એવું કાંઈ જ્યાં તું નથી, નથીની કલ્પનામાં ભી તો તું ને તુજ છે
ખેલ ખેલાય નહીં ભાગ્યના તારા વિના, હર ખેલમાં ભી ખેલનાર તો તુજ છે
નિરાશામાં ભી આશાનું બિંદુ તુજ છે, આશામાં નિરાશાનું બિંદુ ભી તો તુજ છે
કર્યાંના સંતોષમાં ભી તો તુજ છે, ના થયાના અફસોસમાં ભી તો તુજ છે
જીવનની હર જીતમાં ભી તો તુજ છે, જીવનની હર હારમાં ભી તો તુજ છે
દેખાય છે જે નજરમાં એમાં ભી તુજ છે, નજરની બહાર છે એમાં ભી તો તુજ છે
હરેક ફૂલમાં ભી તો તુજ છે, હરેક કાંટામાં ભી તો તું ને તુજ છે
હરેક ચીજને છે આશરો તો તારો, તારા વિના ના કાંઈ તો રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)