ધન્ય ધન્ય છે ધરા રે તું, કરી લીલા પ્રભુએ, લઈ આશરો તારો
રહી સદા તું સાક્ષીમાં, કરી લીલા પ્રભુએ જે સદા તો આ જગમાં
પવિત્ર પાવનકારી સ્પર્શથી, થયું પુલકિત અંગેઅંગ એમાં તો તારું
અવિસ્મરણીય ગઈ બની, યાદ તો એની, હૈયામાં તો તારી
રાહ જોવી પણ લાગી મીઠી, સમય સમય પર આવ્યા અવતારી
એ આનંદના રોમાંચમાં, સહી શકી જગના પાપના ભારોની ભારી
એની મીઠી યાદમાં તો સદા, સહી શકી સૂર્યતાપ તો ભારી
સૂતા હશે જ્યારે તારી એ તો મીઠી ગોદમાં, હશે પ્રેમની તો અવધિ
હૈયાના એ પ્રેમમાંથી, ફૂટતી રહી, જગમાં તારા મીઠા જળની ઝારી
તારા એ મીઠા પ્રેમની, થઈ ના શકે, જગમાં તો કોઈથી બરાબરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)