તારી પાસે તો શું છે, ખબર નથી તને, અંધારે અટવાતો રહ્યો છે
નીકળ્યો છે સુખની શોધમાં તો તું, દુઃખનાં પોટલાં બાંધતો રહ્યો છે
રહ્યું છે બધું તો તારામાં ને તારામાં, શાને બહાર એને તું ગોતતો રહ્યો છે
ભર્યું ભર્યું બધું તો છે તારામાં, કસ્તુરી મૃગ જેમ તો તું ભટકતો રહ્યો છે
ગોતતો ને ગોતતો રહ્યો બધે રે તું જગમાં, ખાલી ને ખાલી તોય તું રહ્યો છે
સુખનો સાગર છલકાતો હતેં હૈયે, હજી ત્યાં ના તું પહોંચી શક્યો છે
ફરતો ને ફરતો રહીશ બહાર જો તું, અંદર ક્યાંથી તો તું ઊતરવાનો છે
સમય જગમાં લઈ આવ્યો તું કેટલો, જીવનમાં ના એની તને તો ખબર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)