વગર વિચાર્યું જીવનમાં, તો જે બોલે ને કરે
પસ્તાવા વિના જીવનમાં, એના હાથમાં બીજું શું રહે
પડતા પાસા વખણાશે, પડતા ઊલટા માયાનો ઘા બને
સંયમ વિનાનું જીવન જીવે, કાબૂ ના એના પર તો રહે
વાતે વાતે ખોટું બોલે ને કરે, ના પાછું વળી એમાં તો જુએ
આળસમાં ને આળસમાં પડયો રહે, મોકા હાથમાંથી જતા રહે
મહેનતે વહાણ કિનારે લાવી, અંતે ધીરજ તો જે ખોવે
જીવનમાં નિર્ણય વખતે, અનિર્ણીતને અનિર્ણીત જે રહે
અન્યની ખોડખાંપણ કાઢયા વિના, જે બીજું કાંઈ ના કરે
હાથમાં આવેલા હીરાને જે, ઉકરડે જઈને તો ફેંકે
જીવનમાં તો જે હરેક વાતમાં, મોડો ને મોડો પડતો રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)