છે અંશ તું પ્રભુનો, અન્ય અંશનું તું સન્માન ને સત્કાર કરજે
કરવાં છે પાન પ્રભુના પ્રેમનાં, અન્યને પ્રેમનાં પાન તો તું કરાવજે
લેવા છે દાન પ્રભુની દયાનાં, અન્યને દયાનાં દાન તું આપજે
વસાવવા છે પ્રભુને હૈયામાં, હૈયામાં પૂર્ણ પ્રેમભાવ તો તું ધરાવજે
ષડવિકારો તો છે વણનોતર્યા મહેમાન, એમાં ના ઊંડો ઊતરી જાજે
હરેક કાંઈ તો છે પ્રભુનું, પ્રસાદ સમજી સહુ કાંઈ તું સ્વીકારજે
સુખદુઃખ નથી કાંઈ સ્થિર જગમાં, અનિત્ય એને તું સમજજે
પૂર્ણ પ્રકાશ વિના, આગિયાના તેજમાં સંતોષ ના તું પામજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)