સૂનું, સૂનું, સૂનું છે રે, ગોકુળિયું ગામ રે, રાધા રે તારા શ્યામ વિના
હૈયે હૈયામાંથી રે એના ઊઠે છે રે, રાધા તારા શામળિયા વિના
ક્ષણે ક્ષણને પળે પળ, ગૂંજે હવામાં, એની મીઠી બંસરી ના નાદ
નજરે નજરને, પલકે પલકમાં, ગોકુળિયાના, ઢૂંઢે છે તારા રે શ્યામ
નથી ચેન કોઈ ગોકુળિયાના હૈયામાં રે, રાધા રે, તારા શ્યામ વિના
રહીશ જ્યાં સુધી તું ગોકુળિયા ગામમાં, રહેશે ના એ શ્યામ વિના
છવાઈ ગઈ છે ગોકુળિયાના નૂર ને, તેજ પર તો ગાઠી અમાસ
છુપાઈ ગયા છે, ગુમાઈ ગયા છે, કંઈ કંદરામાં ગોકુળિયાના પ્રાણ
નિસ્તેજ છે ગોકુળિયાની ગલીએ ગલીઓ, સૂઝતું નથી કોઈને કાંઈ કામ
આશ ગોકુળિયાના હૈયામાં છે જ્યાં સુધી, તું છે રે રાધા, આવશે ઘનશ્યામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)