અઢી અક્ષરનો તો શબ્દ છું, જગમાં જીવનનો તો હું સાર છું,
હું પ્યાર છું, હું પ્યાર છું, હું તો પ્યાર છું,
જગમાં જીવનનો તો હું સાર છું, હું તો પ્યાર છું, હું તો પ્યાર છું
જગમાં જીવનમાં, હરેકના હૈયામાં, કદી ને કદી હું તો જાગી જાઉં છું
ફાવે ના મને વેર, સાથે તો રહેવું જીવનમાં, વેરનો તો હું કાળ છું
સર્વ સાધનમાં સર્વ સાધનાનો તો હું સાર છું, હું તો પ્યાર છું
અનેક સ્વરૂપે જીવનમાં હું તો છવાયેલો છું, હું તો પ્યાર છું
બને દયા સાથે મને તો સહુ, એનો સાથીદાર છું, હું તો પ્યાર છું
શું બાળક કે શું વૃદ્ધ, શું નર કે નારી, હૈયું એનું છલકાવી દઉં છું
છલકાયે હૈયું મારાથી આનંદમાં, હૈયું તો એનું છલકાવી દઉં છું
પ્રભુના હૈયાનું રે, હું તો દ્વાર છું, હું તો પ્યાર છું, હું તો પ્યાર છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)