છે જનમથી તો મરણ સુધીનું, અંતર એ તો જીવન
કર્યું શું, જીવ્યો કેવી રીતે, છે જીવનનું એ તો કથન
ના કાંઈ છે હાથમાં, ના કોઈ સાથમાં, છે સાથમાં તો જીવન
ઇંદ્રિયોને ના ચગાવતો, કરજે સદા એના પર તો દમન
વૃત્તિઓ ને ઇચ્છાઓને તો લઈ કાબૂમાં, કરજે એનું તો શમન
નમન લાગે વ્હાલું સહુને, કરજે પ્રેમથી સહુને તું નમન
કરજે જીવનમાં તો બધું, રાખજે એમાં તું પૂરી લગન
કરવા સામનો જીવનમાં, સમજી લેજે, વહે છે કઈ તરફ પવન
જીવનમાં કરતા ને કરતા રહેવું પડશે રે, સદા તો મંથન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)