સુખે સુવાડીશ જીવનમાં, કે ચિંતામાં ઉઠાડીશ
એ તો પ્રભુ, એક તું ને તું જાણે (2)
પ્રભુ જીવનમાં મને તું, કેવું ને કેવું કરાવીશ
મને માર્ગમાં અટકાવી દઈશ, કે બહાર કાઢીશ
મને અહંમાં તું રમાડીશ, કે એમાં ડુબાડીશ
જીવનમાં જગમાં મને તું, ડુબાડીશ કે તારીશ
ઊંચા રહેતા મારા મસ્તકને, તું નમાવી દઈશ
જીવનમાં સાચી રીતે ચાલીશ, કે હું પડીશ
કર્મમાં જીવનમાં તપાવી તપાવી, તું ભોગવાવીશ
પ્રભુ મને તું વ્હાલથી રમાડીશ, કે શિક્ષા આપીશ
એક વાર તો પ્રભુ મને, ક્યારે તું વ્હાલથી બોલાવીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)