કોણે પથ્થરમાં તો શું શું જોયું, પથ્થરમાં તો કોણે શું શું જોયું
શિલ્પકારે તો એમાં, મૂર્તિનું તો મૂર્ત સ્વરૂપ તો જોયું
તોફાનીઓએ તો એમાં, તોફાનનું તો હાથવગું સાધન જોયું
સ્થાપત્યકારોએ તો એમાંથી, મહેલ ને મિનારાનું તો દર્શન થયું
વાહનકારોએ તો એના ઉપર, અંતર કપાયા ને બાકી રહ્યાનું વાંચન કર્યું
હૈયેથી હારેલાઓને તો એમાં, કઠણ હૈયાનું તો દર્શન થયું
વિવિધ પથ્થરો તો જગમાં, ઐશ્વર્યના પ્રદર્શનનું સાધન બન્યું
રાજ્યો ને રાજ્યોએ, સીમા આલેખનનું એને સાધન બનાવ્યું
કરુણાથી કકળી, હૈયું પથ્થરનું પુકારી ઊઠયું, શાને અમને તમારું રમકડું બનાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)