કરતા ને કરતા રહ્યા છે જીવનમાં સહુ, એની એ જ બાદબાકી ને એ જ સરવાળા
મથી મથી જીવનમાં ખૂબ મથ્યા, રહ્યા છે ઊભા અંતે એના એ જ આંકડા
ભૂંસાતા ગયા, લખાતા ગયા નવા આંકડા, સરવાળા-બાદબાકી ના અટક્યા
એક સરવાળા અટકાવ્યા જીવનમાં, નવા ને નવા તો ઊભા થાતા ગયા
કદી આંકડા લાગ્યા મોટા, કદી નાના, ના આંકડા એ તો ભૂંસાયા
કદી ઝડપ વધી બાદબાકીની, કદી સરવાળાની, આંકડા રહ્યા તો ઊભા
ગૂંથાતા ગૂંથાતા ગયા એની રમતમાં એવા, આંકડા ના જલદી સમજાયા
લખતો ને ભૂંસતો ગયો ખુદ, આંકડા ને આંકડા તો ઊભા ને ઊભા રહ્યા
આંકડા ને આંકડાની રમત રહી ચાલુ, જનમ ફેરા ઊભા ને ઊભા તો રહ્યા
રાહ જોઈ રહ્યો છું જીવનમાં તો જગમાં, ભૂંસાઈ જાશે બધા ક્યારે એ આંકડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)